Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

રાજ્યની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા SSG હોસ્પિટલમાં ચેકિંગ માટે પહોંચી

દવાના સ્ટોક, સ્વચ્છતા અને ઈમરજન્સી વિભાગ તેમજ રસોડામાં પણ તપાસ

વડોદરા : રાજયની આરોગ્ય વિભાગની ટીમ વડોદરા પહોંચી હતી અને SSG હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દવાના સ્ટોક, સ્વચ્છતા અને ઈમરજન્સી વિભાગ તેમજ રસોડામાં પણ આરોગ્યની ટીમે તપાસ કરી હતી.

જો કે તપાસને લઈને અધિકારીઓએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું. બીજી તરફ અધિકારીઓની તપાસ છતાં હોસ્પિટલમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. મેડિકલ સ્ટોરની સામે ખુલ્લી ગટરોને પણ પતરાથી ઢાંકી દેવામાં આવી હતી.

(1:19 am IST)