Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ બટુક ભોજનનું આયોજન કરાયુ

છ હજારથી વધુ ભક્તોએ બાપા સિતારામ મઢુલીએ દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કર્યો: શાળાના બાળકોને પ્રસાદની સાથે નોટબુક, પેન્સિલનું પણ વિતરણ કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામમાં માંડલ રોડ પર આવેલી સંત શિરોમણી સદગુરૂ શ્રી બજરંગદાસ બાપાની બાપા સીતારામ મઢુલી ખાતે ગુરૂવારે વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. બાપા સિતારામ મઢુલીના ભક્તો દ્વારા બટુક ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ચાર હજારથી વધુ બાળકો સહિત કુલ છ હજારથી વધુ લોકોએ બજરંગદાસ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વિરમગામ શહેરમાં આવેલી શાળોઓના વિદ્યાર્થીઓએ બાપા સિતારામ મઢુલીએ જઇને આશિર્વાદ મેળવ્યા હતા. વિરમગામ ખાતે બજરંગદાસ બાપાના ભક્તો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બટુક ભોજન કરાવવામાં આવ્યુ હતુ. વિરમગામ ખાતે આયોજિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ભીખાભાઇ બારડ, કાળુભાઇ ઠાકોર, કીશનભાઇ ઠાકોર, ભરતભાઇ દલવાડી, દલાભાઇ, કિશોરભાઇ કડીયા, પરાગભાઇ, દશરથભાઇ દલવાડી, અશ્વિનભાઇ ચૌહાણ સહિના ભક્તોએ જહેમત ઉઠાવી હતી

વિરમગામમાં આવેલ બાપા સિતારમ મઢુલીના ભક્તઓએ જણાવ્યુ હતુ કે, વિરમગામ શહેરમાં અનેક ધાર્મિક સ્થાનો આવેલા છે અને વિરમગામમાં અવાર નવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. માંડલ રોડ પર આવેલ બાપા સિતારામ મઢુલી દ્વારા બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન તથા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેનો છ હજારથી વધુ ભક્તોએ લાભ લીધો હતો.

બજરંગદાસ બાપાના સાનિધ્યમાં થયા સામાજિક સમરસતાના દર્શન

       બાપા સિતારામ મઢુલી પરીવાર દ્વારા શ્રી બજરંગદાસ બાપાની પુણ્યતિથી નિમિત્તે બટુક ભોજન તથા પ્રસાદના કાર્યક્રમમાં સામાજિક સમરસતાના દર્શન થયા હતા. બટુક ભોજનમાં ઉચ નીચ કે જ્ઞાતિજાતિના ભેદભાવ વગર બધા લોકો સહભાગી થયા હતા અને વિવિધ જ્ઞાતિ સમાજના બાળકોએ એક જ પંગતમાં બેસીને બજરંગદાસ બાપાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.

(7:27 pm IST)