Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

વડોદરામાં દસ્તાવેજ કરતી વેળાએ ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરનાર પાસેથી કડક પગલાં લઇ 2.70 કરોડની વસુલાત કરવામાં આવી

વડોદરા: શહેરમાં દસ્તાવેજ કરતી વખતે ઓછી સ્ટેમ્પ ડયુટી ભરાઇ હોય તેવા કેસોમાં સ્ટેમ્પ ડયુટી વિભાગ દ્વારા કડક ઉઘરાણી શરૃ કરવામાં આવી છે જેના પગલે એપ્રિલથી ડિસેમ્બર સુધી તંત્ર દ્વારા કુલ રૃા..૬૧ કરોડની વસૂલાત કરવામાં આવી છે.

કલમ-૩૨() એટલે કે દસ્તાવેજ કરતી વખતે ઓછી સ્ટેમ્પ ડયુટીનો ઉપયોગ કર્યો હોય તેવા સંજોગોમાં રૃા.૨૫૦ના દંડની નોટિસ આપી બાકીની સ્ટેમ્પ ડયુટી ભરાવવા માટેના ૧૪૦૪ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. કેસોમાં કુલ રૃા.૮૩.૮૫ લાખ સ્ટેમ્પ ડયુટીની વસૂલાત કરવામાં આવી હતી. ઉપરાંત કલમ-૩૩ એટલે કે દસ્તાવેજ કરતા સમયે જાણી જોઇને ઓછી સ્ટેમ્પ ડયુટી ભરી હોય તો તેની નોટિસ કાઢી ૮૨૧ કેસોમાં રૃા..૬૯ કરોડ રકમ વસૂલાઇ હતી.

(5:19 pm IST)