Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

તિલકવાડા પોલીસે ટેમ્પામાં વિદેશી દારૂ ભરી આણંદ લઇ જતા ઝડપી પાડ્યા : 2ની ધરપકડ

આણંદ અંકલવની મહિલા બુટલેગર સહીત પાંચ સામે ગુનો નોંઘી તપાસ હાથ ધરી

(ભરત શાહ) રાજપીપળા : મધ્ય પ્રદેશથી ટેમ્પામાં બોડી નીચે ખાના બનાવી વિદેશી દારૂ ભરી આણંદ લઇ જતા બે બુટલેગરો સહીતનો મુદ્દામાલ તિલકવાડા પોલીસે ઝડપી લીધો અને આણંદ અંકલવની મહિલા બુટલેગર સહીત પાંચ સામે ગુનો નોંઘી તપાસ હાથ ધરી છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂના બોટલો, માઉન્ટસ સુપર સ્ટ્રોંગ બિયર ટીન મળી કુલ 60 હજારનો મુદ્દામાલ અતુલ શક્તી થ્રી વ્હીલર ટેમ્પોની અંદર મુખ્ય બોડી નીચે ખાસ ખાના બાનાવી જેમાં ભરી મધ્ય પ્રદેશ માંથી લાવતો હતો. જેમાં ટેમ્પાની આગળ એક બુટલેગર પેટ્રોલિંગ પણ કરતો હતો અને જે બાબતની બાતમી તિલકવાડા પોલીસને પીએસઆઇ એ.એસ. વસાવાએ ચેકીંગ કરતા દેવલિયા ચોકડી પરથી આ ટેમ્પો ઝડપી પાડ્યો જેમાં ટેમ્પાનો ચાલક સહીત આણંદ ના આંકલાવ તાલુકાના કોસીન્દ્રા ગામના વિજય ગોરધન માળી, સંજય ગોરધન માળી, મંજુલા સંજય માળી,જંબુસર ગજેરા ના બુધા ભદા માળી, તથા કંવાટનો એક વ્યક્તિ જે એક ખેતરમાં મુદ્દામાલ આપી ગયો હતો. આમ કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(4:23 pm IST)