Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સુરતમાં ભાજપના કોર્પોરેટર જયંત ભંડેરી 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ડોક્ટર પાસે દવાખાનાનું ગેરકાયદે બાંધકામ નહિ તોડવા લાંચ માંગી :આનાકાની કરશો તો બાંધકામ તોડી પાડવા ધમકી પણ આપી

સુરત ;સુરતમાં ભાજપના કોર્પોરેટર જયંત ભંડેરી 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે કોર્પોરેટરે ડોક્ટરને ધમકી આપી હતી કે, જો 50000ની રકમ આપવામાં તમે આનાકાની કરશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખવામાં આવશે.

  સુરત મહાનગર પાલિકાના ભાજપના કોર્પોરેટર દવાખાનાનું ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા મામલે 50 હજારની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે.
   આ અંગે મળતી વિગત મુજબ કતારગામ વિસ્તારમાં આવેલા હરિદર્શન સોસાયટી નજીક દવાકાનું બાંધતા એક ડોક્ટર પાસે 50 હજારની લાંચ માંગી હતી. આ લાંચ ગેરકાયદેસર બાંધકામ નહી તોડવા માટે સુરત મહાનગર પાલિકા વોર્ડ નંબર 8 ડભોલી સિંગણાપોર ભાજપના કોર્પોરેટર જયંત ભંડારીએ માંગી હતી.
   આ કોર્પોરેટરે ડોક્ટરને ધમકી આપી હતી કે, જો 50000ની રકમ આપવામાં તમે આનાકાની કરશો તો તમારૂ બાંધકામ તોડાવી નાંખવામાં આવશે. જેથી ડોક્ટર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોમાં સંપર્ક કરીને ભાજપના કોર્પોરેટર જયંતી ભંડેરી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી
    એસીબીના અધિકારીઓએ છટકુ ગોઠવી ફરિયાદી ડોક્ટરને રૂપિયા 50 હજારની ચલણી નોટો પર પાઉડર લગાવીને આપી. અને જયંતી ભંડેરીની ઓફિસ પર તેમને મોકલ્યા. એસીબીની ટીમ પણ આ ઓફીસની આસપાસ ગોઠવાઈ ગઈ હતી અને ભાજપના કોર્પોરેટર જયંતી ભંડેરીએ રૂપિયા 50 હજારની લાંચ સ્વિકારતાની સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેમણે જયંતી ભંડેરીને લાંચના રૂપિયા 50 હજારની ચલણી નોટ સાથે રંગેહાથ ઝડપી પાડયો હતો. કોર્પોરેટરના આ કારસ્તાન બાદ ભાજપે તુરંત તેની સાથે છેડો ભાડી દીધો છે. ભાજપ શહેર પ્રમુકે જયંત ભંડારીને પક્ષમાંથી તત્કાલીન સસ્પેન્ડ કર્યા છે.
   એસીબીની ટીમ દ્વારા આ સમગ્ર લાંચની ઘટનામાં જયંતી ભંડેરી અને ડોક્ટર વચ્ચે થયેલી વાતચિતના અંશોનું રેકોર્ડીંગ પણ કબજે કરવામાં આવ્યુ છે અને એ સિવાયના અન્ય સાંયોગીક પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે. હાલમાં ભાજપના જયંતી ભંડેરીની એસીબીએ ધરપકડ કરી છે અને તેની વધુ પુછપરછ હાથ ધરી છે

(10:57 pm IST)