Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સુરત અઠવા ગેટ પાસેની ફેમિલી કોર્ટ પરિસરમાં બે પરિવારો વચ્ચે મારામારી

તારીખે હાજર થયેલા બે પરિવારો પોલીસની હાજરીમાં એકબીજાને લાતો,લાફા મારવા લાગ્યા

સુરત અઠવા ગેટ પર આવેલી ફેમિલી કોર્ટમાં તારીખમાં હાજર થયેલા બે પરિવારના સભ્યો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી થઈ હતી ફેમિલી કોર્ટમાં આવેલા લોકો આ ફાઇટિંગ જોવા માટે ટોળે વળ્યા હતા અને બંને પરિવારના સભ્યોએ પોલીસની હાજરીમાં જ એકબીજાને લાતો, લાફા અને ફેંટવાળી કરીને હંગામો મચાવ્યો હતો.

   પોલીસની હાજરી હોવા છતા પણ બંને પરિવારના સભ્યો આમને સામને આવી જતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. જો કે, પોલીસ કે અન્ય કોઇ વ્યક્તિ આ લોકોને છુટ્ટા પાડવા માટે વચ્ચે આવ્યા ન હતા આટલેથી ન અટકતા એક યુવાન કોર્ટ કેમ્પસમાંથી ગેટ પર ગયો ત્યાં પણ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને બંને પરિવારના સભ્યો વચ્ચે લાતો, ઘુંસા, ફેંટ અને લાફાવાળી કરી હતી. જો કે, ત્યાર બાદ આ બંને પરિવારના સભ્યો પોતાની રીતે જ આમ તેમ થઇ ગયા હતા અને વિખુટા પડ્યા હતા.

(10:31 pm IST)