Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

વડોદરાના આજવા રોડ પર કેટલીક સોસાયટીમાં વીજલાઇનમાં વોલ્ટેજ વધી જતા ટીવી,ફ્રિજ અને મોટરો ઉડી ગઈ :લોકોમાં રોષ

લોકોએ ઘરના ટીવી રસ્તા પર મૂકીને કર્યું વિરોધ પ્રદર્શન :વીજકંપની સામે સુત્રોચાર કર્યા

 

વડોદરા :શહેરના આજવા રોડ ઉપર આવેલા એકતાનગર, જલારામ નગર અને ખ્વાજા નગરની વીજ લાઈનોમાં અચાનક વોલ્ટેજ વધી જતાં લોકોના ટીવી, ફ્રીજ અને મોટરો ઉડી ગયા હતા. સવારે દસ વાગ્યે અચાનક બનેલી ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. વોલ્ટેજ વધી જવાને લીધે લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

  લોકોએ ઉશ્કેરાઈને જબરદસ્ત વિરોધ પ્રદર્શન કર્યું હતુ. લોકોએ પોતાના ઘરના ટીવી રસ્તા પર મુકીને વીજ કંપનીની સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

   લોકોએ માગણી કરી હતી કે, વોલ્ટેજ વધવાને લીધે ઉડી ગયેલા વીજ ઉપકરણો રિપેર કરી આપો અથવા નવા લાવી આપો નહીં તો તેઓ વીજ કંપની સામે ઉગ્ર આંદોલન કરશે

(10:02 pm IST)