Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમદાવાદ સહિત રાજ્યમાં હજુ ઠંડી ફરી વધે તેવા સંકેત

બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થવાના સંકેત : કચ્છ જિલ્લામાં હળવો વરસાદ પડવા માટેની હવામાનની આગાહી : અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૩ ડિગ્રી

અમદાવાદ, તા.૬ : દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે જેના લીધે વાતાવરણમાં ફેરફારની સ્થિતિ ગુજરાતમાં જોવા મળી રહી છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થયો હોવા છતાં સવારના ગાળામાં અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં આવી ન હોવા છતાં હજુ ઠંડીનું મોજુ રહે તેમ માનવામાં આવે છે. કારણ કે, ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠામાં તેમજ કચ્છ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૩ ડિગ્રી રહ્યું હતું જ્યારે ડિસામાં ૧૧.૨, ગાંધીનગરમાં ૧૫.૬, વડોદરામાં ૧૮.૪, સુરતમાં ૧૮.૨, વલસાડમાં ૧૬.૧, અમરેલીમાં ૧૫.૬ પારો રહ્યો હતો. જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં ઘટી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, ઠંડીની સિઝનની પૂર્ણાહૂતિના ગાળા દરમિયાન ફરીવાર લોકોને ઠંડીનો અનુભવ થશે અને લોકોને હાલમાં ગરમ વસ્ત્રો તૈયાર રાખવા પડશે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે જેની અસર પણ જોવા મળી શકે છે. આજે કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થઇ હતી. જો કે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જોવા મળી હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ તાપમાન ઘટશે.

ક્યાં કેટલું તાપમાન.....

અમદાવાદ, તા. ૬ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ચિત્ર નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૪.૩

ડિસા

૧૧.૨

ગાંધીનગર

૧૫.૬

વીવીનગર

-

વડોદરા

૧૮.૪

સુરત

૧૮.૨

વલસાડ

૧૬.૧

અમરેલી

૧૫.૬

રાજકોટ

૧૪.૪

સુરેન્દ્રનગર

૧૬

મહુવા

૧૫.૫

ભુજ

૧૫.૪

નલિયા

૧૧.૬

કંડલા એરપોર્ટ

૧૫.૬

વેરાવલ

૧૬.૪

 

(9:34 pm IST)