Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમદાવાદનું કોઇપણ વધારાના કરવેરા વિના બજેટ મંજૂર

રેવન્યુ ખર્ચમાં ૩૨૨ કરોડ રૂપિયાનો વધારો

અમદાવાદ, તા. ૬ : શહેરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા તે બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું જેમાં શ્રેણીબદ્ધ દરખાસ્તો વિકાસને લઇને રજૂ કરાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નહેરા દ્વારા અગાઉ રજૂ કરાયેલા કુલ રૂ.૭૫૦૯ કરોડના ડ્રાફટ બજેટમાં શાસક પક્ષ ભાજપ દ્વારા રૂ.૫૪૨ કરોડના વધારા સાથે વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું કુલ રૂ.૮૦૫૧ કરોડનું બજેટ આજરોજ મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું. મ્યુનિની દરખાસ્ત, વધારો અને સ્ટેન્ડિંગ કમિટિએ તૈયાર કરેલા બજેટની વિગતો નીચે મુજબ છે.

વિગત

મ્યુનિ.કમિ.ની દરખાસ્ત

વધારો

સ્ટેન્ડીંગ કમીટીએ

તૈયાર કરેલું બજેટ

રેવન્યુ ખર્ચ

૩૬૦૫ કરોડ

૩૨૨ કરોડ

૩૯૨૭ કરોડ

વિકાસના કામો

૩૯૦૩ કરોડ

૨૨૦ કરોડ

૪૧૨૩ કરોડ

કુલ બજેટ

૭૫૦૯ કરોડ

૫૪૨ કરોડ

૮૦૫૧ કરોડ

(9:32 pm IST)