Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

હાર્દિક પટેલે ચૂંટણી લડવી યોગ્ય નથી :પાટીદાર લડાઈ હજુ અધૂરી :લાલજી પટેલ

સમાજના શહીદોને ન્યાય મળ્યો નથી અનામત મુદ્દો સુપ્રીમકોર્ટમાં છે

અમદાવાદ :પાસના નેતા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા જાહેરાત કરતા વિવિધ પ્રત્યાઘાત પડ્યા છે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિકના નિર્ણયને આવકાર્યો છે અને કોંગ્રેસના જોડાઈને કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે તેવામાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે ચૂંટણી લડવી હાર્દિક માટે યોગ્ય નથી

  હાર્દિક પટેલ આવનારી લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાતથી એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ ખુશ નથી. લાલજી પટેલનું કહેવું છે કે હજુ પાટીદાર સમાજના શહીદોને ન્યાય મળ્યો નથી અને અનામતનો મુદ્દો હાલ સુપ્રીમમાં છે. જે જોતા ચૂંટણી લડવી હાર્દિક માટે યોગ્ય નથી.

(8:35 pm IST)