Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

આણંદની ગોપાલ ચોકડી નજીકે હોજીયરીના ગોડાઉનમાંથી 1.40 લાખના ગાર્મેન્ટની ચોરીથી અરેરાટી

આણંદ: શહેરની ગોપાલ ચોકડી પાસે આવેલી હરીશ હોઝીયરી માર્ટની દુકાનમાંથી છેલ્લા બે માસ દરમ્યાન ગોડાઉનનું તાળુ ડુપ્લીકેટ ચાવીની મદદથી ખોલીને કોઈ શખ્સો દ્વારા ૧.૪૦ લાખની મત્તાની ચોરી કરી જવામાં આવતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી હરીશભાઈ ઉધારામ મામનાની (સિન્ધી)ની ગોપાલ ચાર રસ્તા પાસે હરીશ હોઝીયરી નામની દુકાન આવેલી છે જેમાં તેઓ લેડીઝ ગારમેન્ટ, નાઈટવેર, કુર્તી, જીન્સ, ટોપ, જેન્ટ્સ નાઈટવેર વગેરે ચીજવસ્તુઓ વેચે છે. ત્રણ માળની દુકાનમા પાછળના ભાગે ગોડાઉન આવેલું છે. દુકાનમાં કુલ ૨૦ જેટલા માણસો કામ કરે છે. છેલ્લા બે માસ દરમ્યાન દુકાનમાંથી જે વસ્તુઓ વેચાઈ હતી તેની સામે માલ ઓછો જણાયો હતો. જેથી તેમણે માલસ્ટોકની ગણતરી કરતાં અંદરથી ૧,૪૦,૪૧૦ની મત્તાની ચોરી થવા પામી હતી. જે અંગે તેઓએ શહેર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કોઈ જાણભેદુએ જ દુકાનના ગોડાઉનની ડુપ્લીકેટ ચાવી બનાવી દઈને તેના દ્વારા તાળુ ખોલીને ચોરી કરવામાં આવી છે જેને લઈને પોલીસે દુકાનમાં કામ કરતાં કર્મચારીઓની પુછપરછનો દોર હાથ ધર્યો છે. 

(5:45 pm IST)