Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સુરતમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને અદાલતે એક વર્ષની સજાની સુનવણી કરી: 16.20 લાખનો દંડ ફટકાર્યો

સુરત:રૂ.૧૧ લાખના ૧૧ ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા પ્રિયંકા લેસના આરોપી સંચાલકને આજે ૯માં એડીશ્નલ સીનીયર સીવીલ જજ તથા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ગુનામાં દોષી ઠેરવી એક વર્ષની કેદ, રૂ.૧૬.૨૦ લાખ દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

પુણાગામ ખાતે ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા તથા ગોપી ક્રિએશનના ફરિયાદી સંચાલક ઈશ્વર જાદવ અમદાવાદીને પ્રિયંકા લેશના નામે લેસ પટ્ટીનો ધંધો કરતા આરોપી પ્રકાશ આર.બચકાનીવાલા સાથે ધંધાકીય સંબંધ હતો.જે દરમિયાન વર્ષ-૨૦૧૪માં ફરિયાદીએ ઉધાર આપેલા રૂ.૧૧.૧૬ લાખની કિંમતના માલના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા ૧૧ ચેકો રીટર્ન થતા ફરિયાદીએ સી.કે.પાંડે મારફતે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

 

(5:42 pm IST)