Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સુરતની શાળામાં મોબાઈલ વ્યસનથી બાળકોને દૂર રાખવા દેશી રમતો શરૂ કરાઈ

સુરત: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ બાળકોને મોબાઈલના વ્યસનથી દુર રાખવા તથા શારિરીક સાથે માનસિક સજ્જતા કેળવાય તે માટે દેશી રમતો શરૂ કરી છે. સમિતિની શાળામાં ૧૫ ઓગષ્ટથી દેશી રમત શરૂ કરાયા બાદ આજે પાંચ રમતની સ્પર્ધા કરવામાં આવી હતી. મજુરાઘેટ ખાતે શાળાના મેદાનમાં શરૂ થયેલી આ સ્પર્ધામાં  ૧૨૦૦થી વધુ બાળકોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. 

સુરત મ્યુનિ.સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગત ૧૫ ઓગષ્ટથી વિવિધ દેશી રમત શરૂ કરવામા ંઆવી હતી. વ્યાયામના પિરીયડમાં વિવિધકસરત સાથે વ્યાયમ શિક્ષકોએ પહેલી વાર દેશી રમત રમાડી હતી. ૧૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ દેશી રમત માટે સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યુ ંહતું. આજની સ્પર્ધામાં પાંચ રમત રમાડવામાં આવી હતી જેમાં ૧૨૦૯ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો. 

(5:42 pm IST)