Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમદાવાદના વેજલપુરમાં મહિલાના ઘરે વોટર પ્યુરીફાઈ લગાવવા આવેલ યુવાને મહિલાની એકલતાનો લાભ લેવાનો પ્રયાસ કરતા ચકચાર

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે વોટર પ્યુરીફાઈ લગાવવા આવેલા શખ્સે મહિલાને એકલી જોઈને બાથ ભરવાનો પ્રયાસ કર્યો હતો. બુમાબુમ થતા આરોપી બાઈક અને સામાન મુકીને પલાયન થઈ ગયો હતો. તેના આધારકાર્ડને આધારે નામ મળતા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની વિગત મુજબ વેજલપુરમાં રહેતી ૨૩ વર્ષની મહિલાના પતિએ વોટર પ્યુરીફાઈ લગાવવા માટે ઓવલાઈન એપ્લાય કર્યું હતું. જેને આધારે ૪ ફેબુ્રઆરીના રોજ કંપનીમાંથી પ્રકાશ પંડયા નામનો શખ્સ વોટર પ્યુરિફાઈ લગાવવા માટે આવ્યો હતો. રસોડામાં મશીન લગાવતી વખતે પંડયાએ ઘરમાં બીજું કોણ છે એમ પુછતા મહિલાએ ઘરમાં કોઈ નથી, એમ કહ્યું હતું. વોટર પ્યુરિફાઈ માટે એપ્લાય કોણે કર્યું હતું, એમ પુછતા મહિલાએ તેના પતિએ એપ્લાય કર્યું હોવાનું જણાવ્યું હતું.

(5:39 pm IST)