Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમદાવાદની કુશલ ટ્રેડલીંક કંપનીના ૨૨ સ્થળોએ આવકવેરા વિભાગના દરોડાઃ ચોંકાવનારા ખુલાસાની શકયતા

આવકવેરા વિભાગ દ્વારા થોકબંધ સાહિત્યની છણાવટ તપાસ અન્ય રાજયમાં લંબાશે

રાજકોટ, તા.૬: આવકવેરા વિભાગ દ્વારા ગઇકાલે અમદાવાદની કુશલ ટ્રેડલીંકની સાથે સંકળાયેલ કંપનીના ૨૨ સ્થળોએ દરોડા પાડતા શેરદલોલામાં દોડધામ મચી. શેરબજારમાં કૃત્રિમ ઉછાળો લાવીને રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ કરનાર કુશલ લિમિટેડ કંપની અને તેની સાથે સંકળાયેલ ૨૨ લોકોના () ઇન્કમટેક્ષ વિભાગે દરોડા પાડયા હતા. શેરદલાલો અને સબ બ્રોકરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

ઇન્કમટેક્ષ વિભાગે ૨૨ જગ્યાએ ૮૦ થી વધુ અધિકારીઓ વહેલી રોકડામાં કરવામાં આવેલા કરોડોના રૂપિયાના વ્યવહારની ચિઠ્ઠીઓ મળી હોવાની ( છે. જોકે ( તૈયાર નથી.

ઇન્કમટેક્ષ વિભાગે આજે સવારે સીજી રોડ ઉપર આવેલ નેસ્ટ હોટલની સામે આવેલ કુશલ હાઉસમાં કુશલે ટ્રેડલિંક કંપની, થલતેજમાં રોયલ એન્કલેવમાં રહેતા કંપનીના ડિરેકટર સંદીપ અગ્રવાલ, રોયલ ફ્રીસેન્ટમાં રહેતા મહેન્દ્ર અગ્રવાલ અને મનોજ અગ્રવાલના ત્યાં દરોડા પડયા હતા.

ઇન્કમટેક્ષ વિભાગે કુશલ ટ્રેડલિંક કંપની સાથે સંકળાયેલ ૨૨ જગ્યાએ દરોડા પાડયા હતા. જયારે ૧૨ સ્થળોએ સર્ચ અને ૧૦ જગ્યાએ સર્વે હાથ ધરવામાં આવ્યુ હતું. આઇટીએ પાડેલા દરોડામાં સંખ્યાબંધ બેનંબરોના વ્યવહારો મળી આવ્યા હતા. જેમાં નોટબંધી વખતે પાંચ શેરો ખરીદીને બીલની ઝેરોક્ષ આપીને રોકડા લઇ જનારા હજારો રોકાણકારોના બીલો મળી આવ્યા હોવાની ચર્ચા ઉપરાંત શેરબજારમાં કુશલ ટ્રેડલિંક કંપનીના શેરો ખરીદવા માટે શેરદલાલ અને સબ બ્રોકરોને રોકડ રકમ ચુકવવામાં આવી હોવાની ચિઠ્ઠીઓ મળી હતી જે ચિઠ્ઠીઓના પગલે આઇટીના અધિકારીએ શેરબજારના જાણકારોની મદદ લીધી હતી. આઇટીના અધિકારીઓ તપાસ દરમિયાન તેના ત્રણ બનામી કંપનીઓ .

 

(3:31 pm IST)