Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

બારડોલી હાઇવે પર સ્ટેરિંગનો કાબૂ ગૂમાવતાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ :કારમાંથી દારૂ ખાલી કરી ચાલક પલાયન

નોગામાંની સિમ પાસે મુકેલા બાંકડા સાથે અથડાવી ઝાડમાં ધડાકાભેર ભટકાઈ ;લોકો દારૂ કાઢતા હતા ત્યાં બે ગાડીઓ આવીને કારમાંથી દારૂ કાઢી લીધો

બારડોલી તાલુકાના નોગામા પારડી ગામની સીમમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એસયુવી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગૂમાવતાં ઝાડ સાથે અથડાય હતી. આ અકસ્માત બાદ લોકો દોડી ગયા હતા કારમાં દારૂ આવતાં જતા લોકો કાઢી લઈ જતાં હતાં.ત્યાં જ બે ર્સ્કોપિયો કાર આવી કારમાંથી દારૂ ખાલી કરી પલાયન થઈ ગયા હતાં.

  આ અંગેની વિગત મુહબ બારડોલી નવસારી રાજ્યધોરી માર્ગ પર નોગામા ગામની સીમમાં એક એસયુપી કારનો ચાલક બસ સ્ટેન્ડની સામે બોસવા માટે મુકેલા બાકડા સાથે અથડાવી ઝાડ સાથે ધડકાભારે ભટકાઈ હતી. ઝાડને પણ તોડી નાંખ્યું હતું. અવાજ સાંભળી લોકો અકસ્માત સ્થળે દોડીઆવ્યા હતાં. અંદર તપાસ કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો. લોકો દારૂ કાઢી ભાગતાં હતાં. ત્યાં જ બે ર્સ્કોપિયો કાર આવી ગઈ હતી, અને ઝડપભેર અકસ્માત થયેલ કારમાંથી દારૂ કાઢી ર્સ્કોપિયોમાં ભરીને પલાયન થઈ ગઈ હતી.

આ સમયે એક ર્સ્કોપિયો માર્ગ પર સતત આંટા ફેરા મારી વોચ કરતી હતી. ર્સ્કોપિયો કાર, નંબર વગરની હતી. ગ્

(1:05 pm IST)