Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અંકલેશ્વર GIDCમાં ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાનું ઝડપાયું કૌભાંડ

ચાર નામાંકિત કંપનીઓની જંતુનાશક દવાની કોપીરાઈટ કરી ખેડૂતોને વેચાણ કરતા હતા

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં  એક કંપનીમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા બનાવાતી પ્રેસ્ટીસાઇઝ (જંતુનાશક) દવાઓનો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ કંપનીમાં ૪ વિવિધ કંપનીઓની જંતુનાશક દવાઓની કોપી કરી નકલી દવા બનાવી ખેડૂતોને વેચાણ કરાતી હોવાનૂન ખુલ્યું છે

  આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ના H-3093 નંબરના પ્લોટમાં રાધે એગ્રો સેલ્સના નામે ચાલતી કંપનીમાં ૪ વિવિધ કંપનીઓ દ્વારા બનાવાતી જંતુનાશક દવાઓને કોપીરાઈટ કરી નકલી દવા બનાવી, ખેડૂતોને વેચાણ કરતા હોવાની માહિતિના પગલે  ટુ બડી કંન્સલટન્સીના સિનિયર મેનેજર આદિત્ય સિંઘને મળતા તેમણે અંકલેશ્વર પોલીસને સાથે રાખી રાધે એગ્રો સેલ્સ ઉપર છાપો માર્યો હતો.

  પોલીસને સાથે રાખી કરાયેલ આ રેડમાં તેમને ૪ અલગ-અલગ કંપનીનો કોપીરાઈટ કરી બનાવાયેલ જંતુનાશક દવાઓનો કરોડો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે સિનિયર મેનેજર આદિત્યએ પોલીસ ફરિયાદ નોંધાવવા કવાયત હાથ ધરતા પોલીસે મળેલ તમામ જંતુ નાશક દવાઓનો જથ્થો તેમજ રાધે એગ્રો સેલ્સના સંચાલક હાર્દિક પટેલની અટકયત કરી વધુ તપાસ હાથધરી છે.

(8:57 am IST)