Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

વાઘોડિયાના હનુમાનપુરા ગામના તળાવમાંથી મગર દેખાતા ફફડાટ :વનવિભાગે પાંજરે પૂર્યો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના હનુમાન પૂરા ગામના તળાવમાં મગરે દેખા દેતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરતા આખરે મગરને પાંજરે પૂરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

 આ અંગે વિગત મુજબ વાઘોડિયાના હનુમાનપૂરા ગામના તળાવમાં છેલ્લા કેટલાંક માસથી મગરોએ ધામા નાંખતા ગ્રામજનો દ્વારા વનખાતાને જાણ કરાઈ હતી વનવિભાગના કર્મીઓને જાણ થતા મગરને ઝડપી પાડવા ક્વાયત હાથ ધરાઇ હતી. વન વિભાગ દ્વારા તળાવ કિનારે પાંજરૂ ગોઠવી મગરને ઝડપી પાડ્યો હતો.આખરે મગર પાંજરે પુરાતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો

(10:40 pm IST)