Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારી 60 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા

ટ્રેનરોના બિલની મંજૂરી માટે એજન્સી પાસે લાંચની રકમ માંગી હતી

ગાંધીનગર ખાતે એસીબીએ જુના સચિવાલયમાં એસીબી એ સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતના એક અધિકારીને ૬૦ હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. આ અધિકારીએ ટ્રેનરોના બિલની મંજૂરી માટે એજન્સી પાસે લાંચ માંગી હતી.

 આ અંગે જાણવા મળ્યા મુજબ સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજયની સ્કૂલોમાં ઇન સ્કૂલ નામનો પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યની સરકારી સ્કૂલોમાં અલગ-અલગ એજન્સીને ટેન્ડર પ્રક્રિયા દ્વારા ટેન્ડરિંગ કરી સ્કૂલોમાં સ્પોર્ટસ ટ્રેનર, સ્પોર્ટસ કીટ, સ્પોર્ટસ એજ્યુકેશન આપવામાં આવે છે. જેમાં એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી. બેંગલોર ખાતેની એજન્સી પણ સામેલ છે.

  આ કામના ફરીયાદી એસ.વી.એડ્યુ સ્પોર્ટસ પ્રા.લી રીજનલ મેનેજર આ પ્રોગ્રામ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ના કોન્ટ્રાકટ ચાલુ રાખવા માગતા હતા. જેથી ઇન સ્કૂલ પ્રોજેક્ટ ઇન્ચાર્જ સંદીપ પંડ્યાએ ફરિયાદી પાસે સ્કૂલ દીઠ રૂપિયા ૯૦૦ લેખે કુલ ૭૨ સ્કૂલોના રૂપિયા ૬૪,૮૦૦ને બદલે દર મહિને રાઉન્ડ ફીગર રૂપિયા ૬૦,૦૦૦ની માંગ કરી હતી. ત્યાર બાદ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી સંદીપ પંડ્યાને લાંચ લેતા ઝડપી લીધા હતાં.

(10:35 pm IST)