Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

રાજ્યમાં ગેસ જોડાણ વિહોણા APL કાર્ડ ધારકોને 4 લીટર કેરોસીન મળશે :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણંય

રાશન કાર્ડદીઠ ચાર લીટર સબસિડાઇઝ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાશે :એઅજયના 47 લાખ પરિવારોને લાભ

અમદાવાદ :રાજ્યમાં ગેસ જોડાણ વગરના APL પરિવારો માટે મુખ્યમંત્રી રૂપાણીએ સંવેદનશીલ નિર્ણય કરતા રાજ્યના APL કાર્ડ ધારકોને ચાર લીટર કેરોસીન આપવા નિર્ણય કર્યો છે જે મુજબ રાજ્યમાં ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરીર૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ લીટર સબસીડાઇઝડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત મળશે

  રાજ્યના વિવિધ સંગઠનો  લોક પ્રતિનિધિ ઓ જરૂરતમંદ વર્ગોની રજૂઆતનો  સંવેદનાસ્પર્શી સકારાત્મક પ્રતિસાદ આપતા  વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણંય લેતા રાજ્યના ૪૭ લાખ જેટલા પરિવારોને લાભ મળશે

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-ર૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ લીટર સબસીડાઇઝડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો સંવેદનાસ્પર્શી નિર્ણય કર્યો છેરાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં APL રેશનકાર્ડ ધારકોને હવે આ ૪ લીટર કેરોસીનનો સરળતાથી લાભ મળશે 

  મુખ્યમંત્રી સમક્ષ પ્રત્યક્ષ અને જિલ્લા પ્રવાસો દરમ્યાન લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો અને જરૂરતમંદ વર્ગોએ આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લામથકોએ તા. ૧ ડિસેમ્બર-ર૦૧૮થી અને અન્ય વિસ્તારોમાં તા. ૧ જાન્યુઆરી-ર૦૧૯થી બંધ કરવામાં આવ્યો હતો તે પૂન: સરળતાથી મળી રહે તે માટે રજૂઆતો કરી હતી

  વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતો પ્રત્યે સંવેદનાસ્પર્શી સકારાત્મક પ્રતિસાદ આપતાં હવે ૧ લી ફેબ્રુઆરીથી આઠ મહાનગરપાલિકા વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં કાર્ડ દીઠ મહત્તમ ૪ લીટર કેરોસીન APL રેશનકાર્ડ ધારકોને આપવાનો નિર્ણય કર્યો છે

  અત્રે ઉલ્લેખનીય છે કે દેશભરમાં ધૂમાડામુકત, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણી પ્રેરક બળતણ સુવિધા મળે તે હેતુથી પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો વ્યાપ ગેસ જોડાણ વિનાના તમામ પરિવારો સુધી વિસ્તારવાનો કેન્દ્રની  નરેન્દ્રભાઇ મોદી સરકારનો ઉદાત્ત અભિગમ છે

 અન્ન, પૂરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ આ અંગે જણાવ્યું કે આવા પરિવારોને પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-એકસપાંડેડનો અથવા રાજ્ય સરકારની PNG/LPG સહાય યોજનાનો ઝડપથી લાભ પ્રાપ્ત થાય ત્યાં સુધી જરૂરતમંદ પરિવારોને સબસીડાઇઝડ કેરોસીન પણ વૈકલ્પીક ઇંધણ રૂપે વધારાના જથ્થા તરીકે મળતું થાય તેવા ગરીબ સંવેદનાલક્ષી અભિગમથી મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય કર્યો છે

(7:59 pm IST)