Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ડભાણ હાઇવે પરથી આર.આર.સેલની ટીમે ટ્રકમાંથી 12.81 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી

અમદાવાદ:આર.આર. સેલ, અમદાવાદ રેંજની પોલીસ ટીમે નેશનલ હાઈવે નં. ૮ ડભાણ નજીક પંજાબ હોટલ ઉપરથી ટ્રકમાંથી વિદેશી દારૂ કિંમત રૂા. ૧૨,૮૧,૬૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂા. ૨૨,૮૨,૬૦૦ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. 
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ વિદેશી દારૂની હેરાફેરીની પ્રવૃત્તિ બંધ કરાવવા સરકાર પ્રોહિબિશનના કાયદામાં દારૂની હેરાફેરી તેમજ દારૂનો નશો કરનારને સખ્ત સજા કરવાની જોગવાઈ કરી છે. આમ છતાં દારૂની હેરાફેરી બંધ થઈ નથી. ખેડા જિલ્લામાં જાંબાઝ અધિકારીઓ તેમજ એલસીબી, એસઓજી જેવી પોલીસ ટીમ ગુનાખોરી ડામવા પેટ્રોલીંગ કરી રહી છે છતાં પણ કુખ્યાત બુટલેગરો પોલીસનો ખૌફ રાખ્યા વગર વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. આર.આર. સેલ, અમદાવાદ રેંજની પોલીસ ટીમે નેશનલ હાઈવે નં. ૮ ડભાણ નજીક ખાલસા પંજાબ હોટલ પાસેથી પેટ્રોલીંગ દરમિયાન ટાટા કન્ટેનર નં. આરજે-૩૦-જીએ-૮૩૩૪માં કેબિનની પાછળના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નં ૩૨૦૪ કિંમત રૂા. ૧૨,૮૧,૬૦૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની અટક કરી પૂછપરછ કરતાં ભગવાનસિંહ દેવીસિંહ ઓમસિંહ ખવાર (રે. ભવાનીપુરા, ચેનપુરા, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વિદેશી દારૂ, અંગઝડતીમાંથી મોબાઈલ રૂા. ૧૦૦૦ તેમજ ટ્રક રૂા. દસ લાખની મળી કુલ રૂા. ૨૨,૮૨,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે આર.આર. સેલની ફરિયાદ આધારે નડિયાદ રૂરલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:35 pm IST)
  • રાજયસભામાં આજે તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ પ. બંગાળના રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠી દ્વારા મમતા સરકારના કામકાજમાં સતત હસ્તક્ષેપ બાબતે ભારે ધમાલ મચાવતા રાજયસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી access_time 5:34 pm IST

  • આસારામબાપુની સુનાવણી ચાલુ : પીડીતા આજે પણ હાજર નહિ રહીઃ આસારામની પત્નિ અને દિકરી પણ આરોપી તરીકે હાજરઃ જોધપુરમાં વિડીયો કોન્ફરન્સથી જુબાની આપશે access_time 4:17 pm IST

  • રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષપદે નિશ્ચિતઃ ૧૯મીએ જાહેરાત : પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય નવા અધ્યક્ષની ચુંટણી કરાવાશેઃ બહુમતી હોવાથી શ્રી ત્રિવેદી નિવિઘ્ને ચુંટાઇ આવશે access_time 3:43 pm IST