Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આગ ભભૂકીઃ નાસભાગઃ ૩૦૦ કર્મચારીનો બચાવ

ગાંધીનગરમાં ગિફ્ટ સીટીમાં જૂની એડમિન વિંગમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જે સમયે અહીં આગ લાગી ત્યારે ૩૦૦ જેટલા લોકો કામ કરતા હતા. આગની જાણ થતા તેઓ બહાર દોડી આવ્યા હતા.

ફાયરબ્રિગેડની ટીમ ગિફ્ટ સીટી દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ પવન વધુ હોવાથી આગ ઓલવવામાં તેમને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો. જોકે આગ કાબૂમાં ન આવતા અમદાવાદ અને કલોલના ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. શોર્ટ સર્કિટને લીધે આગ લાગ્યાનું અનુમાન છે.

(6:16 pm IST)