Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

આપત્તિજનક શબ્દોને અનુસૂચિત જાતિની લિસ્ટમાંથી કાઢવા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ

શબ્દોને બોલવા, છાપવા કે પ્રદર્શિત પર પ્રતિબંધ લાદવા આઇપીએલ

અમદાવાદ :દલિત સમુદાયની લાગણી દુભાવનાર કેટલાક શબ્દોને અનુસૂચિત જાતિની લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.

  ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અનુસૂચિત જાતિના લિસ્ટમાંથી કેટલાક શબ્દો કાઢી નાખે તેવા નિર્દેશ આપવામાં આવે. અનુસૂચિત જાતિની લાગણી દુભાવનાર કેટલાક શબ્દોને લિસ્ટમાંથી તાત્કાલિક હાંકી દેવાની માંગ કરાઈ છે.એટલું જ નહીં અનુસૂચિત જાતિ માટે આપતિજનક શબ્દોને બોલવા, છાપવા કે પ્રદર્શિત પર પ્રતિબંધ લાદવામાં આવે. અનુસૂચિત જાતિના લિસ્ટમાંથી કેટલાક આપત્તિજનક શબ્દોને હાંકી કાઢ્યા બાદ સન્માનજનક શબ્દોને લિસ્ટમાં ઉમેરવામાં આવે.

અરજદારે આ મુદ્દે સીએમ. મદદનીશ અગ્ર સચિવ ગૃહ વિભાગ સાહિતને લેખિત રજુઆત કર્યા બાદ પણ જે લોકો આવો શબ્દો બોલે છે કે પ્રકાશિત કરે છે તેમની સામે કોઈ નક્કર પગલાં ન લેવાતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે.

સરકારના આંકડા પ્રમાણે ગુજરાતમાં અનુસૂચિત જાતિ સમુદાય સાથે સંકળાયેલા લોકોની સંખ્યા 40.47 લાખ જેટલી છે જે રાજ્યની કુલ વસ્તીના 6.74 ટકા જેટલું થાય છે. અનુસૂચિત જાતિ સમુદાયના ઘણા લોકોને આપત્તીજનક શબ્દોથી અપમાનિત અનુભવ થાય છે. જેથી તેને રોકવું ખૂબ જ જરૂરી છે અને ત્યારે જ અનુસૂચિત જાતિના લોકો સામે એટરોસિટી અટકશે

(11:01 pm IST)