Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મોડાસાના હજીરા વિસ્તારમાં બેકાબુ બનેલ ટ્રક કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા સહીત કારને હડફેટે લેતા રીક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોડાસા:શહેરના હજીરા વિસ્તાર પાસે બેકાબુ ટ્રક કન્ટેઈનરના ચાલકે બેદરકારી પૂર્વક હંકારી રીક્ષા અને કાર ને અડફેટે લીધા હતા.જેમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અને રીક્ષાના ચાલક ને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આમ ટ્રક કન્ટેઈનરના ચાલકે ત્રિપલ અકસ્માત સર્જી ઘટના સ્થળે થી નાસી છુટયો હતો.અકસ્માત સ્થળે લોકો દોડી આવ્યા હતા અને ઈજા પામેલ વ્યક્તિને સારવાર અર્થે ખસેડાયો હતો.

શહેરના હજીરા વિસ્તારમાં થઈને ટ્રક કન્ટેઈનર પસાર થઈ રહયું હતું.તે દરમ્યાન કન્ટેઈનરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્ટીયરીંગ પર નો કાબુ ગુમાવતાં  સામે થી રીક્ષાને અને કારને ટક્કર મારી હતી.જેમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રીક્ષા ચાલક સુરેશભાઈ મણીભાઈ પગી ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.  કન્ટેઈનરના ચાલકે બે વાહનને અડફેટે લીધા હતા.સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

(6:07 pm IST)