Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વિરમગામ ડીસીએમ કોલેજ ખાતે નારી સંમેલન કાર્યક્રમનું આયોજન

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે (આઈ.સી.ડી.એસ. વિભાગ) ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, પ્રોગ્રામ ઓફિસર  નરેન્દ્રસિંહ રાઠોડ, ટી.ડી.ઓ. વિરમગામ, સીડીપીઓ મીતા જાની ની  ઉપસ્થિતિમાં નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત કાયદાકીય બાબતો,  મહિલાઓના શિક્ષણ, આરોગ્ય અને સરકારની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ પ્રત્યે મહિલાઓમાં જાગૃતિ લાવવા અને સશક્તીકરણનો કાર્યક્રમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો

  અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્ય મહીલા આયોગ દ્વારા અત્યાર સુધી તાલુકા કક્ષાએ  ૩૧૮ થી વધુ કાયદાકીય જાગૃતિ શિબિરોનું આયોજન કરી ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર  સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા મહિલાઓને સમાજમાં આગળ લાવવા માટેના પ્રયત્નો હાથ ધરાયેલ છે. જેમાં ૧,૬0,૦૦૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે. જિલ્લા કક્ષાએ ૧૧૮ કાયદાકીય જાગૃતિ શિબિરોનું આયોજન કરાયું છે. જેમાં ૩,૦૦,૦૦૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો છે. ૧૫૦ થી વધુ એનઆરઆઇ મહિલા સંબંધિત અત્યાચારો ઉપર કામ કર્યું છે.

 આયોગની કચેરીમાં ૫૫,૦૦૦ થી વધુ મહિલાઓની અરજી મળેલ અને તે ઉપર આયોગે કામગીરી કરેલ છે. ટોલ ફ્રી હેલ્પલાઈન ૧૮૦૦-૨૩૩૧૧૧૧ અને સોસીયલ કાઉન્સીલીંગની સેવા પણ ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં ૨૭૦ થી વધુ નારિ અદાલતો કાર્યરત છે. આ નારી અદાલતો માત્ર ગુજરાત રાજ્યમાં ચાલે છે. હવે સમગ્ર ભારતમાં પણ આ નારી અદાલતો શરુ કરવા ઉપર ભારત સરકાર કામ કરી રહી છે. 181 અભયમ હેલ્પલાઇન ૨૪ કલાક મહિલાઓને સહયોગ, નારી અદાલત દ્વારા કોરોનાની પરિસ્થિતિમા બહેનો દ્વારા માસ્ક બનાવી વિતરણ કરવાની કામગીરી કરેલ છે. તેમ મીતાબેન જાનીએ જણાવ્યુ હતુ.

(5:57 pm IST)