Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વલસાડ ધરમપુર રોડ પર સાયકલ ટ્રેક અને બેઠક વ્યવસ્થા બનાવાઇ

ફરવા નિકળેલા લોકો બાકડા પર બેસીને આરામ કરી શકે એવી વ્યવસ્થા કરાઇ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ નગરપાલિકા દ્વારા ધરમપુર રોડ પર સાયકલ ટ્રેક બનાવવાનું કામ જોર શોરથી ચાલી રહ્યું છે. વલસાડ જિલ્લા કલેક્ટર આર. આર. રાવલના માર્ગદર્શન હેઠળ વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસર જે. યુ. વસાવા અને તેમની ટીમ દ્વારા અહીં દબાણો હટાવી સાયકલ ટ્રેક બનાવવાનું કાર્ય પુર જોષથી ચાલી રહ્યું છે.

ધરમપુર રોડ પર સાયલક ટ્રેક બનાવવાનું ગાણું છેલ્લા કેટલાક સમયથી ગવાતું હતુ. હવે તેની ખરી કામગીરી હાથ ધરાઇ છે. આ સિવાય ધરમપુર ચોકડી પર પાલિકા દ્વારા અહીં વોક વે બનાવી બાકડા મુકી સુંદર બેસવાની વ્યવસ્થા કરાઇ છે. સાયકલિંગ કરીને આવતા લોકો કે ચાલવા આવનારા લોકો અહીં આરામ કરી શકે અથવા સાંજે ફરવા નિકળેલા લોકો બાકડા પર બેસીને આરામ કરી શકે એવી વ્યવસ્થા અહીં કરાઇ છે. લોકોનું મન પ્રફૂલ્લિત થાય એ માટે અહીં ફૂલ ઝાડ પણ વાવવામાં આવ્યા છે. પાલિકાની આ કામગીરીની વલસાડમાં વાહ વાહ થઇ રહી છે.
વલસાડ નગરપાલિકા દ્વારા શહેરના પ્રવેશ દ્વાર સમા ધરમપુર રોડની રોનક બદલાઇ રહી છે. આ રોડ ટુંક જ સમયમાં સુરતને ટક્કર આપે એવો થઇ જાય તો નવાઇ નહી. આ રોડ પર હજુ દબાણો હટાવવાના બાકી છે. સંપૂર્ણ દબાણો હટાવી સાયકલ ટ્રેક બનતાં આ રોડ વલસાડના લોકો માટે ટુરીસ્ટ પોઇન્ટ પણ બની જશે.

(1:34 pm IST)