Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મહેસાણા દૂધ સાગર ડેરીની ચૂંટણી: વિપુલ ચૌધરીના શાસનનો અંત : અશોક ચૌધરી બનશે નવા ચેરમેન

દૂધ સાગર ડેરીની 15માંથી 13 બેઠક પર અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો વિજય

મહેસાણા: દૂધ સાગર ડેરીની ચૂંટણી યોજાઇ હતી જેમાં વિપુલ ચૌધરીની હાર થઇ છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો 13 બેઠક પર વિજય થયો છે. અશોક ચૌધરી દૂધ સાગર ડેરીના નવા ચેરમેન બનશે.

  દૂધ સાગર ડેરીની 15માંથી 13 બેઠક પર અશોક ચૌધરીની પરિવર્તન પેનલનો વિજય થયો છે જ્યારે 2 બેઠક પર વિપુલ ચૌધરીની પેનલ જીતી હતી. કડી બેઠક પર પરિવર્તન પેનલના જસીબેન દેસાઇની જીત થઇ હતી જ્યારે પાટણ પેનલ પર રમેશ દેસાઇ જીત્યા હતા. ચાણસ્મા બેઠક પર પરિવર્તન પેનલના અમૃત દેસાઇની જીત થઇ હતી. કલોલ બેઠક પર બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ થઇ હતી, જે બાદ ચીઠ્ઠી ઉછાળવામાં આવતા અશોક ચૌધરીની પેનલનો વિજય થયો હતો.

   અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના વતની છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે. ત્રણ બાળકોના કાયદામાં પાલિકા પ્રમુખ પદેથી તે સસ્પેન્ડ થયા હતા. મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે. ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી પણ તે સંભાળી ચુક્યા છે. દૂધ સાગર ડેરીમાં ગત ટર્મમાં ડિરેક્ટર હતા. મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે.

(8:55 pm IST)