Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

લગ્નની લાલચ આપી કરમસદની કિશોરીને ભગાડી લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ

કરમસદ:ગામે રહેતી એક કિશોરીને તેનો મસિયાઈ ભાઈ જ લગ્ન કરવાની લાલચ આપીને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ જતાં આ અંગે વિદ્યાનગર પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશની પરંતુ હાલમાં કરમસદ ખાતે રહેતી એક ૧૫ વર્ષ, ૭ માસ અને ૧૯ દિવસની સગીરાને ગત ૨જી તારીખના રોજ તેનો મસિયાઈ ભાઈ શેરૂસીંગ નીહાલસીંગ તોમર સ્કૂલે મુકવા જવાના બહાને ભગાડી લઈ ગયો હતો. જેની શોધખોળ કરવા છતાં મળી આવ્યો નહોતો. જેથી તેના પિતાને વાત કરતાં તેમની મદદથી જ શેરૂસીંગ કિશોરીને ભગાડી ગયો હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી કિશોરીની માતાએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

(6:23 pm IST)