Gujarati News

Gujarati News

News of Saturday, 6th January 2018

હિંમતનગરના રણાસણમાં વેપારી સાથે અકસ્માતના બહાને ઝઘડો : ૧.રપ લાખની લૂંટ

 હિંમતનગર : તલોદ તાલુકાના રણાસણના કરીયાણાના વેપારી હિંમતનગરથી ખરીદી કરી મારૂતિ વાનમાં રણાસણ તરફ જઈ રહ્ના હતો ત્યારે હિમતનગરનાં છાપરીયા ચારરસ્તાથી મોતીપુરા રોડ ઉપર સ્કુટી ઉપર આવેલ મહિલા અને પુરૂષે વાન ચાલકને ઉભો રાખી કેમ મારી સ્કૂટીને અકસ્માત કર્યો તેમ કહી ઝદ્યડો કરતા ગેંગ સાગરીતો એકઠા થઇ વેપારીની નજર ચુકવી મારૂતિ વાનમાં આગળ મુકેલા થેલાંમાંથી માત્ર સવા મિનીટમાં જ સવા લાખનું પર્સ તફડાવી ફરાર થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ચોરી લાઈવ સી.સી.ટીવીમાં કેદ થઇ જવા પામી હતી. પોલીસે ફરિયાદ નોંધી સી.સી ટીવીનાં આધારે ગેંગને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે. આપને જણાવી દઇએ કે ૧૦ દિવસ પહેલાં તેલના વેપારી પાસેથી ૬ લાખની લુંટ ચલાવી લુટારૂ ફરાર થઇ ગયા હતા અને હજી સુધી તે લુંટારૂઓને પોલીસ પકડી શકી નથી ત્યારે ગઇકાલે આ બીજી દ્યટના બનતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતાં.

રાજયમાં વારંવાર આવા બનાવો બનતા રહેશે તો પ્રજાની સુરક્ષાની જવાબદારી કોણ લેશે તેવો ગણગણાટ સ્થાનિક લોકોમાં શરૂ થયો હતો. આ ગેંગની સામે તાત્કાલિક અસરથી ફરીયાદ નોંધીને પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(12:32 pm IST)