Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજપૂત ગૌરવ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિ દ્વારા વડીલોનું સાલ ઓઢાડી સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ 4 ડિસેમ્બરનાં દિવસે રાજસ્થાનમાં રાજપૂત ગૌરવ દિવસ તરીકે ઉજવણી થતી હોય છે જે સંદર્ભે નર્મદા જિલ્લા રાજપૂત સેવા સમિતિ દ્વારા આ વર્ષથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે માટે રાજપૂત ગૌરવ દિવસની ઉજવણીમાં ગોપલપુરા ગામના વડીલોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં પ્રમુખ જીતેન્દ્રસિંહ જે ગોહિલ તથા મંત્રી હરેન્દ્રસિંહ રાઉલજી, હોદેદ્દારો તેમજ સમાજના યુવાનો દ્વારા સમાજના ગામના વડીલ કે જેઓની ઉમંર ૯૦ વર્ષ ની આસપાસ કે ઉપર હોય તે વડીલો નું સાલ ઓઢાડી ગામના તમામ સભ્યો સમક્ષ સન્માન કરી તેમના આશીર્વાદ લીધા હતા જેમાં રાજપીપલા,રામપુરા, ગોપાલપુરા, થરી , કરાંઠા, રસેલા ગામોના વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા.

 

(10:11 pm IST)