Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

એરલાઇન્સનાં ધાંધિયાઃ અમદાવાદ આવતી-જતી ર૯ ફલાઇટ મોડી પડી

ધુમ્મસ ઉપરાંત ટેકનિકલ કારણો પણ જવાબદાર

અમદાવાદ તા. પ : અમદાવાદ એરપોર્ટ પર આવતી અને જતી દિલ્હી અને મુંબઇની ફલાઇટ એકથી બે કલાક મોડી પડી છે. ખાસ કરીને મુંબઇ અને દિલ્હીની ફલાઇટ વધારે પ્રભાવિત છે. ઠંડી અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થવાથીમોડી થઇ રહી હોવાનું જણાવવામાં આવે છે.

અમદાવાદ આવતી મુંબઇની એર ઇન્ડિયા, એર કેનેડા, ઇથોપીયન, ઇજીપ્ત શ્રીલંકન ફલાઇટ દોઢથી બે કલાક મોડી આવી હતી. જયારે એલાયન્સ એર અને એર ઇન્ડિયાની ૯-૩પ ની બે ફલાઇટ રેશેડયુલ્ડ કરાઇ હતી. તેવી જ રીતે અમદાવાદથી ઉપડતી બ્રિટિશ એરવેઝ, સિંગાપોર એરલાઇન્સ વિસ્તારો અને ઇન્ડીંગોની દિલ્હી જતી ફલાઇટ મોડી હતી.

ઇન્ડીગો દિલ્હી, સ્પાઇસ જેટપટના, ઇન્ડીગો વારાણસી, ગો-એર હેદરાબાદ અને જાલ બ્રિટીશ એરવેઝ, વિસ્તારો અને ગો-એરની દિલ્હી જતી ફલાઇટ રીશેડયુલ કરવામાં આવી છે. ગો-એર નાગપુર અને બેંગલુરૂ ઇન્ડીગોની મુંબઇની ૧૦-૧૦ ની ફલાઇટ પણ રીશેડયુલ કરાઇ હતી. ગોએરની અમદાવાદથી ચંડીગઢ જતી ૯-૪૦ ની ફલાઇટપણ રીશીબ્યુલ થઇ હતી.

(3:39 pm IST)