Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

વડોદરા પોલીસની ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક એવેરનેસ કાર્યક્રમ યોજાયો

સિગ્નલો,સાઈનબોર્ડ,ચિન્હો,ઝીબ્રા ક્રોસિંગ અંગેના નિયમોની માહિતી અપાઈ

વડોદરા પોલીસની ટ્રાફીક શાખા દ્વારા શહેરના દિવાળીપુરા ચાર રસ્તા ખાતે ટ્રાફીક અવેરનેસ માટે થઇને એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફીક સિગ્નલો, ટ્રાફઈક સાઇન બોર્ડ રોડ પરના તમામ ચિન્હો, ઝેબ્રા ક્રોસીંગ અંગેના નીયમોની વાહન ચાલકોને માહીતી આપવામાં આવી હતી.   

   આ  ઉપરાંત  જે વાહન ચાલકો ટ્રાફીક નીયમોનું પાલન કરે છે તેઓનું 'હું છું ટ્રાફીક સંસ્કારીક નાગરીક અને તમે ?' નું વાહન ઉપર સ્ટીકર લગાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેના કારણે વાહનચાલકોનાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ.

(9:28 pm IST)