Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

બોડેલીના પીઠા ગામે બે બાળકો રમતા-રમતા ટ્રેન નીચે કપાયા: પરિવારમાં આક્રંદ

બોડેલી:તાલુકાના પીઠા ગામે રેલવે લાઈન પાસે રમતા બે માસૂમ બાળકો ટ્રેન નીચે કપાઈ જતાં બંને બાળકોના કરૃણમોત નિપજ્યા હતા. આ બનાવથી ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

બોડેલી તાલુકાના પીઠા ગામે નિમેષભાઈનો પુત્ર રૃદ્રા (ઉ.વ.૨) અને બાજુનાં ઘરમાં રહેતા કલ્યાણસિંહની પુત્ર શિવાંગી (ઉ.વ.૩) બંને બાળકો રમતા રમતા ગામમાંથી પસાર થતી રેલવે લાઈન પાસે પહોંચી ગયા હતા. સાંજે ૪.૪૫ કલાકના સુમારે બોડેલી તરફથી વડોદરા જતી ડેમુ ટ્રેન નીચે આ બંને બાળકો કપાઈ ગયા હતા. આ બનાવ બનતા રાખી ટ્રેન ઉભી રાખી ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. આ અકસ્માત થતાં સિવાંગીનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ.

જ્યારે રૃદ્રાને સારવાર માટે બોડેલી દવાખાને લાવતા ડોકટરોએ રૃદ્રાને પણ ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ બનાવથી બંને બાળકોના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી ગયો છે.અરેરાટી ભર્યા આ બનાવને પગલે ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી.

 

 

(5:28 pm IST)