Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

દહેજને લઈને બોરસદની પરિણીતા પર સાસરિયાનો શારીરિક-માનસિક ત્રાસ

બોરસદ: શહેર ખાતે રહેતી એક પરિણીતા પાસે પતિ અને ઘરના સભ્યો દ્વારા દહેજની માંગણી કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવામાં આવતા આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર બોરસદના સૈયદ ટેકરા પાસે રહેતી રોનકબાનુ રફીકઅલી સૈયદના લગ્ન ઉર્દુ સ્કુલની પાસે રહેતા ઈન્તેજામઅલી અનવરઅલી સૈયદ સાથે થયા હતા. શરૂમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિ અને સસરા અનવરઅલી તથા અફસાનાબાનુ મુસ્તાકઅલી સૈયદ દ્વારા દહેજ પેટે અવાર-નવાર પૈસાની માંગણી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી તેણીએ બોરસદ શહેર પોલીસ મથકે આવીને ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.

(5:27 pm IST)