Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

નજીવી બાબતે થયેલ ઝઘડામાં નધનપુરામાં પડોશી યુવાને એકને ધારિયું મારી ઈજાઓ પહોંચાડી

માતર:તાલુકાના નધાનપુરમાં આજે વહેલી સવારે નજીવી બાબતે થયેલા ઝઘડામાં પડોશમાં રહેતા ઈસમે ધારિયું મારી ઈજા કરી હતી. આ બનાવ અંગે લીંબાસી પોલીસમાં ફરિયા નોંધાઈ છે. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના નધામપુરમાં તળપદા પરિવાર રહે છે. આજે સવારે રમેશભાઈ પ્રભાતભાઈ વાઘરી રાજુબેનને ગમે તેમ ગાળો બોલતો હતો. જેથી જીવણભાઈને માથામાં ઘારિયું લઈ આવી જીવણભાઈને માથામાં મારવા જતાં ધારિયાની ચાંચ કપાળ ઉપર વાગતા ઈજા થઈ હતી.

બનાવ અંગે જીવણભાઈ માનસિંગ વાઘરીની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે રમેશભાઈ પ્રભાતભાઈ વાઘરી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:27 pm IST)