Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

શ્વાનને બચાવવા જતા કપાડીવાવ નજીક ટેમ્પો પલટાતા ચાલકનું ઘટનાસ્થળેજ ઢીમ ઢળ્યું

કપડવંજ :તાલુકાના કાપડીવાવ નજીક કૂતરાને બચાવવા જતાં ટેમ્પી પલટી ખાઈ હતી. આ અકસ્માત સર્જાતા ટેમ્પી ચાલકનું ગંભીર ઈજા થતાં સ્થળ પર જ મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ બાલાસિનોર તાલુકાના ગોરજીના મુવાડામાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે કાલુ ડાહ્યાભાઈ ઠાકોર લોડીંગ ટેમ્પી લઈ શાકભાજી લેવા ગયો હતો. શાકભાજી ભરીને જીતેન્દ્ર ઠાકોર લોડીંગ ટેમ્પી લઈ જઈ રહ્યો હતો. ત્યારે કાપડીવાવ નજીક રોડ ઉપર કૂતરૂં આડુ પડતા બ્રેક મારતા લોડીંગ ટેમ્પી પલટી ખાઈ ગઈ હતી. જેથી ટેમ્પી ચાલક જીતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ ઠાકોરને માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થતાંં સ્થળ પર મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં કપડવંજ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે કેતનભાઈ શનાભાઈ ઠાકોરની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે અક્સ્માત ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:26 pm IST)