Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

અ'વાદ: કાંકરિયામાં હિન્દુ પત્નીપર ધર્મ બદલવા બાબતે ક્રિશ્ચિયન પતિએ શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો

અમદાવાદ: કાંકરિયા વિસ્તારમાં રહેતી એક હિંદુ પરિણીતાને તેના ક્રિશ્ચિયન પતિએ ધર્મ બદલવા દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. નાની બાબતોમાં ભૂલો કાઢી અને સમાજની પત્ની લાવવી હોઈ તેને ઘરમાંથી કાઢી મૂકવા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ અંગે પરિણીતાએ પતિ વિરુદ્ધમાં મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

કાંકરિયા વિસ્તારમાં રહેતી જલ્પાએ વર્ષ ૨૦૧૩માં સીટીએમ ખાતે રહેતા જોસેફ સાથે પ્રેમ લગન કર્યાં હતાં. લગ્ન બાદ જોસેફે છ મહિના જલ્પાને સારી રીતે રાખી બાદમાં દારૂ પીને ઘરે આવી ગાળાગાળી કરતો હતો. ધર્મને બદલી નાખવા તેમજ પૈસા કમાવીને આપવા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. ઘર સંસાર ન બગડે માટે જલ્પા બધું સહન કરતી હતી.

૨૦૧૬માં એક પુત્રનો જન્મ થયો હતો. પુત્ર જન્મ બાદ પણ નાની નાની બાબતોમાં ભૂલો કાઢી મારઝૂડ કરતો હતો. મારે સમાજની પત્ની લાવવી છે, તું જતી રહે તેમ કહી શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. જોસેફને અન્ય એક યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની જલ્પાને જાણ થતા તેને ઘરમાં પૂછતાં માર માર્યો હતો. સગાં સંબંધી દ્વારા સમજાવવા છતાં શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતાં જલ્પાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતો. પોલીસે ગુનો નોંધી જોસેફની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે.

 

(5:22 pm IST)