Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

અમદાવાદના ગોમતીપુરમાં બુટલેગરને પકડવા ગયેલ પીએસઆઇ પર પિતા-પુત્રએ હુમલો કરતા ચકચાર

અમદાવાદ:શહેરના ગોમતીપુર વિસ્તારમાં બુટલેગરને પકડવા માટે ગયેલા ડીસ્ટાફ પીએસઆઇ પર પિતા પુત્રએ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે પિતા પુત્ર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી છે.

પોલીસને બાતમી મળી હતી કે સારંગપુર બ્રિજ પાસે આવેલ પીતાંબરની ચાલીમાં રહેતો બુટલેગર લક્ષ્મણ ઉર્ફે અજિત લોધા જેને પાસા કરવામાં આવ્યા છે તે પોતાના ઘરે હાજર છે. બાતમીના આધારે પોલીસે પીતાંબરની ચાલીમાં જઇને લક્ષ્મણ ઉર્ફે અજિત લોધાની અટકાયત કરી હતી.

પીએસઆઇ એમ.એચ.યાદવે અશોક ગુપ્તાને કહ્યુ કે હંસરાજની તપાસ કરવા માટે આવ્યા છે. આ સાંભળીને અશોક ગુપ્તા ઉશ્કેરાયો હતો અને તુમ હમકો ક્યોં પરેશાન કરતે હો હમ કિસી હંસરાજકો પહેચાનતે નહીં તેમ પીએસઆઇને કહ્યું હતું. દરમિયાનમાં અશોક ગુપ્તાનો પુત્ર દર્શન બહાર આવ્યો હતો અને પોલીસને જોઇને ગાળો બોલવા લાગ્યો હતો. પોલીસ કર્મચારીઓએ દર્શનને ગાળો બોલાવાની ના પાડતાં બંને પિતા-પુત્રએ પીએસઆઇ એમ.એચ.યાદવ પર હુમલો કરી દીધો હતો. અશોક અને પીએસઆઇ એક બીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા જેમાં બંને જણા જમીન પર પટકાયા હતા.

 

(5:22 pm IST)