Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

મોટા વાવાઝોડાની સંભાવના દેખાતી નથી, તંત્ર એકદમ એલર્ટઃ જે.એન. સિંઘ

વૈકલ્પિક વ્યવસ્થા તૈયારઃ ગુજરાતના મુખ્ય સચિવની અકિલા સાથે વાતચીત : કુદરતી પરિસ્થિતિના સામના માટે સૈન્ય અને સરકારના વિભાગો ખડેપગે

રાજકોટઃ ગુજરાતમાં ઓખી વાવાઝોડાની સંભાવનાના પગલે વાતાવરણમાં એકદમ ઠંડક વ્યાપી ગઇ છે. સંભવીત કુદરતી આપતિના સામના માટે સૈન્ય અને સરકારના વિભાગો એકદમ એલર્ટ થઇ ગયા છે. આ અંગે રાજયના મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંઘને પુછતા તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ડીપ્રેશન છે. મોટા વાવાઝોડાની સંભાવના અત્યારે દેખાતી નથી છતા એન.ડી.આર.એફ. બી.એસ.એફ. તેમજ તમામ જિલ્લા કલેકટરો અને સબંધીત તમામ વિભાગોને વૈકલ્પીક વ્યવસ્થા સાથે સાબદા કરી દેવામાં આવ્યા છે.

(4:36 pm IST)