Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

સુરતમાં ભારે વરસાદી વાતાવરણઃ રાત્રે ૧૨ થી ૫ તૂટી પડવાની આગાહીઃ હજારો લોકોનું સ્થળાંતરઃ કાલે શાળા-કોલેજોમાં રજા

રાજકોટ, તા. ૫ :. ઓખી વાવાઝોડાના સંભાવનાના પગલે દક્ષિણ ગુજરાતમાં તંત્ર એલર્ટ પર છે. વાવાઝોડુ સમી જાય પરંતુ ભારે વરસાદ ફુંકાય તેવા એંધાણ છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા પૂર્વ સાવચેતીના પગલા લેવાય રહ્યા છે.

સુરત જિલ્લા કલેકટર શ્રી એમ.એસ. પટેલે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, હવામાનના વર્તારા મુજબ વાવાઝોડુ ડીઝોલ્વ થઈ જશે પરંતુ આજે રાત્રે ૧૨ થી ૫ સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે દિવસે પણ એકદમ વરસાદી વાતાવરણ છે. સલામતીના ભાગરૂપે શહેર જિલ્લામાં કાચા મકાનોમાં રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. આવતીકાલે શહેર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રાખવા આદેશ અપાયો છે. લશ્કરની પાંખો સહિત સંબંધીત તમામ લોકોને પૂર્વ સાવચેતીના ભાગરૂપે સાબદા કરી દેવામાં આવ્યા છે.

(3:33 pm IST)