Gujarati News

Gujarati News

News of Tuesday, 5th December 2017

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા- સુરતમાં દર્શનાર્થે પધાર્યા પરમવીર ચક્ર વિજેતા શ્રી સંજય કુમાર...

 સુર્યપુર નામથી આદિકાળમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે વસેલું સુરત શહેર. વિશ્વ ફલક પર ઙ્કડાયમંડ સીટીઙ્ખ ઙ્કટેક્ષટાઈલ સીટીઙ્ખ ગુજરાતનું સિંગાપુરઙ્ખ જેવા ઉપનામોથી સુપ્રસિદ્ઘ થયેલું વર્તમાન સુરત શહેર ગરવા ગુજરાતનું દ્યરેણું છે. સોનાની મુરત સુરત શહેરના સરથાણામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર હજ્જારો મોક્ષાભીલાષીઓ માટે આસ્થા અને શ્રદ્ઘાનું કેન્દ્ર છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણામાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનાં દર્શનાર્થે પરમવીર ચક્રથી વિભૂષિત રાયફલ મેન શ્રી સંજય કુમાર પધાર્યા હતા.

રાષ્ટ્રના સંરક્ષણ દળોમાં દુશ્મનો સામે જાનના જોખમે અદ્વિતીય શૌર્ય  અને સ્વાર્પણ બતાવનાર સૈનિકને પરમવીર ચક્રનો એવોર્ડ આપવામાં આવે છે. યુદ્ઘમાં વીરતાનું સર્વોચ્ચ સન્માન ઙ્કપરમવીર ચક્રઙ્ખ છે. ભારતીય સેનામાં અત્યાર સુધીમાં ૨૧  વિરલાઓને જ આ સન્માન મળ્યું છે. તેમાંથી ૧૪ ને તો મરણોપરાંત પરમવીર ચક્ર પ્રદાન કરવામાં આવ્યું છે. પરમવીર ચક્રને અમેરિકાના ઙ્કમેડલ ઓફ ઓનર અને યુ.કે.ના  વિકટોરિયા ક્રોસઙ્ખ સમકક્ષ દરજ્જો પ્રાપ્ત છે. અશોક સ્તંભ તરીકે ઓળખાતા આપણા રાષ્ટ્રીય ચિન્હની ફરતે ચાર દિશાઓમાં ચાર સિંહો વિપરીત દિશાઓ તરફ ફરીને એક બીજા સાથે જોડાએલા છે અને નીચે ચાર ચક્ર છે. ચક્રની જેમ જ આ ચારેય સિંહો પણ ગતિમાન છે. ભારતના શૂરવીર પરમવીર ચક્ર ધારકો આપણા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભના સિંહો છે અને તેઓ પોતાના શૌર્ય વડે ભારતમાતાની રક્ષા ચારેય દિશાઓમાં કરતા રહે છે.

આજથી ૧૮ વર્ષ પહેલાં કારગીલ યુદ્ઘ દરમિયાન કારગીલમાં ૧૭ હજાર ફૂટની ઉંચાઈએ અને -૫૦ સે. ડીગ્રી અર્થાત્  બર્ફીલા વાતાવરણમાં જમ્મુ કાશ્મીર રાયફલ્સના રાયફલ મેન સંજય કુમારનાં નેતૃત્વમાં સેનાની ૧૩ મી પલટણ દિશાશોધક એક ટુકડીને ૪ જુલાઈ ૧૯૯૯ના મુશકોહ દ્યાટના પોઈન્ટ ૪૮૭૫ ની ટોચ પર પાકિસ્તાની દ્યુસણખોરોને હઠાવી કબજો કરવાનો હતો. સ્વરક્ષાની પરવા કર્યા વિના સંજયકુમાર પર્વતની ટોચે એકલા ચઢી ગયા. દુશ્મનોની ગોળીઓના વરસાદ વચ્ચે છાજલી પર દુશ્મન બન્કર પર ધસી ગયા.

દુશ્મનોની ગોળીઓના જખમોથી લોહીલુહાણ સંજય કુમાર બન્કર તરફ આગળ વધી રહ્યા છે. હાથોહાથની લડાઈમાં ત્રણ સૈનિકોને ખતમ કર્યા બાદ તેમણે દુશ્મનની મશીન ગન ઉપાડી લીધી અને બન્કર તરફ ધસ્યા. ડદ્યાયેલા દુશ્મન સૈનિકોને ત્યાંજ મારી નાખ્યા. ૩ બંકરો ફૂંકી માર્યા. આ બહાદુરીથી પ્રેરાઈને ટુકડીએ એરિયા ફ્લેટ ટોપ પર હુમલો અને આખો વિસ્તાર કબજે કરી લીધો.  રાયફલ મેન સંજય કુમારને રાષ્ટ્ર પરત્વેની ફરજ દરમ્યાન ઉચ્ચ કક્ષાના સમર્પણ અને અપ્રતિમ બહાદુરીના પ્રદર્શન બદલ ભારતના સર્વોચ્ચ બહાદૂરી - વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા.

શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણામાં પરમવીર ચક્ર વિજેતા રાયફલ મેન સંજય કુમાર પધારતાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા અને સુરતના મહંત શ્રી હરીકેશવદાસજી સ્વામી અને સત્સંગીઓએ પરમ ઉમળકાભેર તેઓનું સ્વાગત કર્યું હતું. શાલ, પ્રસાદ અને પુષ્પહાર પહેરાવી તેઓને સન્માન્યા હતા. સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર વિજેતા રાયફલ મેન સંજય કુમાર હાલમાં ૪૧ વર્ષની ઉમરે પણ  સુબેદાર મેજર ભારતીય ભૂમીસેના સૈનિક અને જુનિયર કમિશન ઓફિસર છે. મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી સાથે ૧૯૯૯માં થયેલા કારગીલ યુદ્ઘની વાત નીકળતાની સાથે જ કારગીલયુદ્ઘમાં વીરતાપૂર્વક લડેલા પરમવીર ચક્ર વિજેતા રાઈફલ મેન સંજય કુમારની આંખોમાં રાષ્ટ્રપ્રેમની ચમક આવી ગઈ હતી. અને ચહેરા પર દેશાભિમાનનું તેજ અને ઓજપૂર્ણ શબ્દોમાં ભલભલાનું હૈયું હચમચાવી મુકે તેવો સાદ હતો. તેમણે જણાવ્યું હતું કે, કારગીલના ખુંખાર જંગમાં મુશ્કાહ ચોકી કબ્જે કરવા જયારે અમે આગેકૂચ કરી ત્યારે મારી છાતીમાં બે ગોળી અને હાથના ભાગે પગમાં ચાર ગોળી વાગી હતી. ને સામેથી છૂટતી ગોળીને વચ્ચે ફ્રન્ટલાઈન સાંભળી દુશ્મનોને ફૂંકી માર્યા હતા.

 

(12:42 pm IST)