Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

વડોદરા નજીક નેશનલ હાઇવે પર સર્જાયેલ જુદા જુદા ત્રણ અકસ્માતમાં એક મહિલા સહીત અન્ય ત્રણ શખ્સોના કમકમાટીભર્યા મૃત્યુ

વડોદરા: શહેર તેમજ શહેર નજીકના નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતના ત્રણ બનાવોમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના કરૃણ મોત નિપજ્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે માણેજા વિસ્તારમાં જે ડી નગર ખાતે રહેતા રાજેશ જયંતિભાઇ સોલંકી તેની માતા ઉષાબેનને એક્ટિવા પર બેસાડી ગઇકાલે રાત્રે આજવારોડ પર કચ્છી લુહારની વાડીમાં એક સગાઇના સામાજિક પ્રસંગમાં ગયા હતાં. સગાઇનો કાર્યક્રમ પૂર્ણ થતા રાજેશ તેની માતાને લઇને ઘેર પરત જતો હતો ત્યારે દશાલાડ ભવન પાસે સ્પીડ બ્રેકર પાસે એક્ટિવા સ્લિપ થઇ ડિવાઇડર સાથે અથડાતા ઉષાબેન રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

અકસ્માતના અન્ય બનાવમાં આજવારોડ ખાતે સેફરોન બિલ્ડિંગમાં રહેતો કૃણાલ ભરતભાઇ સોની (ઉ.વ.૪૨) આજોડ ગામે મુંગા પશુઓનો તબેલો ધરાવે છે. ગઇકાલે રાત્રે બાઇક પર એપીએમસી માર્કેટ પાસેથી બાઇક પર પસાર થતો હતો ત્યારે પૂરપાટઝડપે જતા અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા ગંભીર ઇજાગ્રસ્ત કૃણાલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

(4:56 pm IST)