Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

કાલે કેન્દ્રિયમંત્રી મીનાક્ષી લેખી ગુજરાતમાં :તાપી, વ્યારા અને નિઝરમાં પ્રવાસ કરશે

મહિલા વોટબેંકને અંકે કરવા આગામી દિવસોમાં સ્મૃતિ ઇરાની વધુ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે.

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ એક્શન મોડમાં છે.જેમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી શાહની વધતી ગુજરાત મુલાકાતની સાથે હવે કેન્દ્રીય મંત્રીઓ પણ 2022ની ચૂંટણી પૂર્વે ગુજરાત ઘમરોળશે.

મહિલા વોટબેંકને અંકે કરવા આગામી દિવસોમાં સ્મૃતિ ઇરાની વધુ એક પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. તેમજ આવતીકાલે કેન્દ્રિયમંત્રી મીનાક્ષી લેખી ગુજરાત પ્રવાસે છે. જેમાં મીનાક્ષી લેખી તાપી, વ્યારા અને નિઝરમાં પ્રવાસ કરશે. જ્યારે કેન્દ્રીયમંત્રી બી.એલ.વર્મા મધ્ય ગુજરાતનો પ્રવાસ કરશે. તેમજ બી.એલ.વર્મા મહેમદાવાદ અને મહુધા વિધાનસભાનો પ્રવાસ કરશે

 

(8:15 pm IST)