Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વડોદરા:છાણી કેનાલરોડ નજીક નિષ્ઠુર માતા નવજાત શિશુને ત્યજીને ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી

વડોદરા:છાણી કેનાલરોડ પર આવેલા નાળા પાસે ડ્રેનેજ નજીક અજાણી મહિલા જીવિત નવજાત શિશુને ત્યજીને ફરાર થઇ જતા પોલીસે ગુનો દાખલ કરી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

સમા શાહઆલમ સોસાયટીમાં રહેતો  પરેશ રૃપાભાઇ મુનિયા આજે સવારે પોતાનો ટેમ્પો લઇને ઘરેથી અલકાપુરી જવા નીકળ્યો હતો.સવારે સાડા આઠ વાગ્યે તે  પંચમ હાઇટ્સ છાણી કેનાલરોડ પરથી પસાર થતો હતો.તે દરમિયાન લોકોનું ટોળું ભેગુ થયેલુ તેણે જોયુ હતું.જેથી,તેણે ટેમ્પો રોડની સાઇડ  પર ઉભો  રાખ્યો હતો.નાળાની બાજુમાં ડ્રેનેજ  પાસે કપડામાં એક નવજાત શિશુ લપેટેલુ હતું.અને તે જીવિત અવસ્થામાં હતું.આ બાળકને કોઇ  અજાણી મહિલા ત્યજીને જતી રહી હોય તેવું લાગતા પરેશ મુનિયાએ પોલીસ કંટ્રોલરૃમમાં કોલ કર્યો હતો.પોલીસ આવી જતા નવજાત શિશુને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યુ હતું.ફતેગંજ  પોલીસે નવજાત શિશુને અસુરક્ષિત સ્થળે છોડીને જતી રહેનાર મહિલાની શોધખોળ  હાથ ધરી છે.પોલીસે કેનાલ તરફ આવતા રસ્તા  પર ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી છે.તેમજ તાજેતરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં થયેલી પ્રસૂતિની વિગતો પણ એકત્રિત કરવાની કવાયત હાથ ધરી છે.

(5:49 pm IST)