Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

વડોદરાના હરણી ગામમાં બે જૂથ વચ્ચે સર્જાયેલ હિંસક અથડામણમાં 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

 વડોદરા:હરણી ગામમાં રાતે એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી.તિક્ષ્ણ હથિયારથી થયેલા  હુમલામાં પટેલ કોમના(૧) ભૂપેન્દ્ર જશભાઇ  પટેલને માથામાં ઇજા (૨)સંદિપ જ્યંતિભાઇ પટેલને આંગળી  પર ઇજા (૩) નીતિન ઇશ્વરભાઇ પટેલને હાથ પર (૪) બિરેન અશ્વિનભાઇ  પટેલને આંગળી પર ઇજા અને (૫) વિવેક પ્રવિણભાઇ પટેલને પણ હાથ પર ઇજા થઇ હતી.જેઓને સારવાર માટે ખાનગી  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ગામના રહીશો દ્વારા મળતી માહિતી મુજબ,આજે રાતે સાડા નવ વાગ્યે હરણી ગામના ચોરા પર કેટલાક યુવાનો ભજન કરતા હતા.તે દરમિયાન બારિયા કોમના પાંચ થી છ યુવકોએ આવીને પાર્કિંગ બાબતે ઝઘડો કરીને તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.આ હુમલાખોરો ગામમાં ભાડાના મકાનમાં રહે છે.અને ગામની બહાર જ ખાણીપીણીની લારીઓ ચલાવે છે.ઉશ્કેરાયેલા લોકોએ લારીઓ  ઉંધી વાળી દીધી હતી.બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.અને કોઇ અનિચ્છનીય ઘટના ફરી બને નહી તે માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો.હરણી  પોલીસે આ અંગે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી ભાગી છૂટેલા હુમલાખોરોની શોધખોળ શરૃ કરી છે.

(5:47 pm IST)