Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

સમાચારો ની સાથે સોથ……

નવસારી

નવસારીની ગણદેવી પાલિકાની વોર્ડ નંબર ૩ : ભાજપના ઉમેદવારનો વિજય બીલીમોરા પાલિકાની વોર્ડ નંબર ૬: ભાજપના ઉમેદવારનો વિજય વાંસદા તાલુકા પંચાયત ની ઝરી બેઠકઃ કોંગ્રેસના ઉમેદવારનો વિજય નવસારી જીલ્લા પંચાયતની રૂમલા બેઠક  : ભાજપ વિજય

અરવલ્લી

અરવલ્લીના ભિલોડાની નાંદોજ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર નીલાબેન મડિયા ૭૫૫૫ મતોથી વિજેતા થયા છે : સાણંદ  તાલુકા પંચાયતની ઝાપ બેઠકમાં પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર જશીબેન પટેલનો ૬૦૦ થી વધુ મતોથી જીત થઇ છે. ભાજપના બુટા પટેલ અવસાન થતા પેટા ચુંટણી યોજાઇ હતી :

બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં થરાનગર પાલિકાની ર૪માંથી ર૦ બેઠકો પર ભાજપનો કબજો વોર્ડ નંબર ૬ ની ૪ બેઠકો પર કોંગ્રેસની જીત આમ આદમી પાર્ટી ખાતુ પણ ન ખોલાવી શકી થરા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે.

ભાવનગર 

જિલ્લામાં આજે તળાજા નગરપાલિકાના વોર્ડ નં. ૪ અને ૬ ની બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. જયારે કોળિયાક તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.

ડાકોર

જીલ્લાની ડાકોર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય : વોર્ડ નંબર ૭ માં કૃણાલસિંહ પરમારનો વિજય : અમુલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારના પૌત્ર છે કૃણાલસિંહ પરમાર પ્રથમ ચૂંટણીમાં જ વિજય મેળવ્યો છે.

સાબરકાંઠા

*હિંમતનગર તેમજ પ્રાંતિજ પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે.

*પ્રાંતિજના ધડકન તેમજ હિંમતનગરના પરબડામાં જીત મળી છે.

*હિંમનગરના પરબડા તાલુકા પંચાયતમાં ભાજપની ૪પ મતે જીત થઇ છે

*પ્રાંતિજનો ધડકન તાલુકા પંચાયતમાં ૮રર મતે ભાજપની જીત થઇ છે.

જુનાગઢ જીલ્લાના

માણાવદર વોર્ડ નંબર ૪ ની પેટા ચંૂટણીમાં ભાજપનો વિજય ભાજપના ઉમેદવાર અશ્વિન મણવરનો ૧૧પ મતથી વિજય

ગીર સોમનાથ જીલ્લા

ગીર સોમનાથ જીલ્લાના ગોવિંદપરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય કોંગ્રેસના ઉમેદવાર હસમુખ કાળાભાઇ મકવાણાનો ૧૪૦ર મતથી વિજય પેટા ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસનો વિજય

તાપી

જિલ્લા પંચાયતની ફરજવેલ બેઠક પર ભાજપનો વિજય ભાજપના મધુબેન ગામીતનો વિજય : વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો કબજો સ્થાનિક સ્વરાજયની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીતનું છે કરંજવેલ

ભરૂચ

વોર્ડ નંબર ૧૦ ની પેટા ચૂંટણીની મત ગણતરી પૂર્ણ  AIMIM ના ઉમેદવાર સાદેકા બીબી શાહનવાઝ શેખનો વિજયઃ કોંગ્રેસના ગઢમાં ઔવેસીના AIMIM એ પાડ્યું ગાબડું : ગુજરાતમાં AIMIM ની એન્ટ્રી

(1:01 pm IST)