Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

રાઇઝીંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા ગુજરાત પોલીસ હબની ભરતી અંગે સરકારને રજુઆત

કોરોના સમય દરમિયાનના બે વર્ષની ઉંમરનો લાભ આપવા માંગણી

રાજકોટ તા.પ : રાઇઝીંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યામાં કોરોનાના કારણે કોઇ ભરતી થઇ શકેમલ ન હોવાથી (ઇડબલ્યુએસ તેમજ અન્ય માટે) વધુ વયના ઉમેદવારોને બે વર્ષનું એકસ્ટેન્શન્સ આપી સમાવેશ કરવા સરકારશ્રીને રજુઆત કરવામાં આવેલ છે.

ગુજરાત રાજયના હજારો ઉમેદવારો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત પોલીસ વર્ગ-૩ લોક રક્ષક ભરતીની તૈયારી કરી રહયા છે અને તેના માટે ખુબ મહેનત કરી રહયા છે.

સદરહુ ભરતી માટેની વય મર્યાદા ૩૩ પ્લસ પ (ઇડબલ્યુએસ તેમજ અન્ય વર્ગ માટે) નકકી કરવામાં આવેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કોરોના કારણે આ ભરતી પ્રક્રિયા બંધ હતી. જેથી હજારો ઉમેદવારો જે લોકરક્ષકની ભરતીથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી નોકરી કરવાનું સ્વપ્ન લઇને વર્ષોથી મહેનત કરી રહયા હોય. કોરોનામહામારીને કારણે તેઓની વર્ષોની તમામ મહેનત સદંતર નિષ્ફળ નીવડેલ છે.

આ હજારો ઉમેદવાર યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી સતત રાત દિવસ એક કરી ફિઝિકલ તથા લેખીત પરીક્ષાની તૈયારી કરી રહયા છે અને ખુબ મહેનતથી લોકરક્ષક તરીકે ફરજ  નિભાવવા તૈયારી કરેલ છે. પરંતુ કોરોના મહામારીના કારણે બે વર્ષથી કોઇ ભરતી જાહેર થયેલ નહી. જેથી ઘણા યુવાનો આવનારી નવી ભરતીમાં આ તમામ યુવાનો નકકી કરાયેલ વય મર્યાદાનો લાભ મેળવી શકે તેમ ન હોય જેથી આ ઉમેદવારોને સદરહુ ભરતી પ્રક્રિયાથી વંચિત ન રહે માટે તેઓને બે વર્ષને એકસટેન્શન આપવા અરજ છે.

ઉપરોકત વિગતે હજારો ઉમેદવારો જે ત્રણ - ચાર વર્ષથી લોકરક્ષક ભરતીની રાહ જોઇ રહયા હતા. પરંતુ તે કોરોનાના કારણે શકય ન હતી. જેથી તેઓને ઉંમરમાં ફકત બે વર્ષનો વધારો આપી  તેઓનું તથા તેમના પરિવારનું વર્ષોનું સપનુ રોળાઇ ન જાય  તેમજ તેઓની વર્ષોથી મહેનત કોરોના મહામારીના કારણે પાણીમાં ન જાય તે માટે તે તમામને બે વર્ષનો એકસટેન્શન આપી તેમાટે જિંદગીની સુવર્ણ તક આપવા નમ્ર અરજ છે. સદરહુ રજુઆત ઘણા યુવાનોનીકારકિર્દી માટે જરૂરી હોય તેને ધ્યાને લઇ સ્વરાજ ફાઉન્ડેશન સંચાલિત રાઇઝીંગ ઇન્ડિયાના યુવાનો દ્વારા સદરહુ રજુઆત મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી, તથા લોકરક્ષક ભરતી  ભરતીબોર્ડને અનુરોધ કરવામાં આવેલ છે.

(11:20 am IST)