Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

ગાંધીનગર મનપા પર કોનું રાજ રહેશે: ભારે ઉત્કંઠા : આજે જનતાનો મોટો ચુકાદો : જાહેર થશે પરિણામ

ભાજપ, કોંગ્રેસ અને AAP ના 44-44 ઉમેદવારો અને BSPના 6 અને NCPના 1 તેમજ 10 અપક્ષ ઉમેદવારના ભાવીના ફેંસલાની ઘડી

 

ગાંધીનગર મનપાની ચૂંટણીના ચૂંટણી પરિણામનો આજે દિવસ છે ત્યારે 11 વોર્ડની 44 બેઠકોના 162 ઉમેદવારોના ભાવિના ફેસલાની ઘડીઑ ગણાઈ રહી છે. આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે સરેરાશ 57 ટકા જેટલું મતદાન નોંધાયું હતું, જેમાં પુરૂષ મતદારોએ 59.27 ટકા મતદાન કર્યું જ્યારે મહિલા મતદારાએ 53.02 ટકા મતદાન કર્યું હતું. ત્યારે ત્રિપાખિયા જંગમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ના 44-44 ઉમેદવારો અને BSPના 6 અને NCPના 1 તેમજ 10 અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા.

 આજે મતપેટી ખૂલતાંની સાથે જ જનતા કોને ગાંધીનગર મનપાની ગાદી પર બેસાડવા માંગે છે તે જાહેર થશે.

 બનાસકાંઠાની થરા, દ્વારકાની ઓખા અને જામનગરની ભાણવડ નગરપાલિકા તેમજ તાપી જિલ્લા પંચાયત કરંજવેલ બેઠક, અમદાવાદ ઈસનપૂર અને ચાંદખેડા વોર્ડ પર પેટાચૂંટણી થઈ હતી. જેનું પણ પરિણામ આજે આવશે

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો પર મનપાની 44 બેઠકો પર 162 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા હતા.જે આજે જનતાના આદેશ રૂપી ખુલશે. ચૂંટણી માટે 284 મતદાન મથકો પર  મતદાન થયું હતું. મતદાન માટે 317 CU મશીન, 461 BU મશીન ઉપયોગમાં લેવાયા હતા. 144 સંવેદનશીલ, 4 અતિસંવેદનશીલ મતદાન મથકો હતા જેમાં એકલ દૉકલ ઘટનાઑને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું .જેમાં 5 ચૂંટણી અધિકારીઓની ચાંપતી નજર હેઠળ  ચૂંટણી યોજાઈ હતી. આજે 5 ઓક્ટોબરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા ગાંધીનગર મનપા પર કોનું રાજ રહેશે તે તરફ સૌ કોઇની મીટ મંડાયેલી છે.

 

(12:53 am IST)