Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો: 2.68 લાખનો દારૂ ઝડપાયો :બે આરોપી ઝડપાયા : PI -PSI સસ્પેન્ડ

વડોદરા :શહેરમાં અકોટા વિસ્તારમાં ધમધમતા વિદેશી દારૂના ઘંઘા પર ગાંધીનગર મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને 2.68 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લેવાયો છે જેમાં 2 આરોપી શખ્સોની ધરપકડ કરાઈ છે જ્યારે મુખ્ય આરોપી યોગેશ પાટીલ દારૂના જથ્થો મોકલનાર લાલુ સિંધી સહિત ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરીને તેમની ધરપકડ કરવા માટેના ચક્રોગતિમાન કર્યા છે

  આ અંગેની વિગત મુજબ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ રવિવારે સાંજે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં 24 પાસે દરોડા પાડ્યો હતો. દરોડા અંગે ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરા શહેરના અકોટા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યોગેશ પાટીલ મોટા પ્રમાણણાં વિદેશી દારૂનો જથ્થો લાગુ સિંધી પાસેથી મંગાવીને કારમાં વેચાણ કરે છે.  જેના આધારે પોલીસે દરોડા પાડ્યો હતો  દરોડા દરમિયાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે જીતેન્દ્ર પાટીલ અને અનિલ ઉતેરક પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. તેઓની અંગજડતી દરમિયાન રોકડા 4 હજાર રૂપિયા તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેઓની અંગજડતી દરમિયાન રોકડા 4 હજાર રૂપિયા તથા મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તેઓની અંગજડતી દરમિયાન રોકડા 4 હજાર રૂપિયા અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. મારૂતી વાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા પાઉચ અને બીયરના 2,68,185 કિંમતનો દારૂ તથા બિયર મળી આવ્યા હતા. 

(11:27 pm IST)