Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

હાથરસમાં બનેલ ઘટનાના વિરોધમાં સ્વયં સૈનિક દળ દ્વારા રાજપીપળા કલેકટર કચેરી બહાર ધરણા

બેટી બચાવો બેટી પઢાવોના સરકારના દાવા પોકળ : નરેશ બુજેઠા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : યુપીના હાથરસમાં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે લોકો આરોપી ઓને ફાંસીની સજા થાય તેવી માગણી કરી રહ્યા છે ઉપરાંત તંત્ર દ્વારા આરોપીઓને બચાવવાની તેમજ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્વયં સૈનિક દળ ધરણા કરી પીડિતાના પરિવાને ન્યાય મળે તેવી માંગ કરી છે.

હાલ દેશમાં વિવિધ જગ્યાઓએ બનીરહેલ અત્યાચારોની ઘટના બાદ બહુજન સમાજમાં રોષની લાગણી ફેલાઇ છે ત્યારે આજે બહુજન સમાજના સ્વયં સૈનિક દળ દ્વારા રાજ્યવ્યાપી ધરણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત રાજપીપળા કલેકટર કચેરી ખાતે પણ બહુજન સમાજના અગેવાનો દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
  આ બાબતે આગેવાન નરેશ બુજેઠાએ જણાવ્યું હતું કે બહુજન સમાજ સામે વધી રહેલ અત્યાચારો બંધ થાય તેમજ હાથરસમાં બનેલી ઘટનામાં પીડિતાના પરિવારને ન્યાય મળે અને આરોપીઓને સખત સજા થાય તેવી માંગ કરાઈ હતી

(10:28 pm IST)